વાંકાનેર : વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં હીરાપન્ના કોમ્પપેક્સ પાસે આવેલ જય દ્વારકાધીશ નામની જવેલર્સની દુકાનમાં ગત તા.15 ઓગસ્ટના દિવસે ગ્રાહક તરીકે આવેલ એઓ અજાણી મહિલા અને એક અજાણ્યો પુરુષ વેપારીની નજર ચૂકવી સોનાની પાંચ ગ્રામ વજનની બુટી ચોરી કરી નાસી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની મુખ્ય બજારમાં હીરાપન્ના કોમ્પ્લેક્સ પાસે જય દ્વારકાધીશ જવેલર્સ નામની દુકાન ધરાવતા કાનાભાઈ જોધાભાઈ ડાભી રહે.ખોરાણા તા.રાજકોટ વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15 ઓગસ્ટના રોજ સવારે તેમની દુકાનમાં એક અજાણી મહિલા અને પુરુષ આવ્યા હતા અને સોનાના દાગીના જોતા જોતા બન્નેએ વેપારીની નજર ચૂકવી સોનાની 5 ગ્રામ વજન કિંમત રૂપિયા 81,400ની કિંમતની બુટી ચોરી કરી નાસી ગયા હતા.બનાવ અંગે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.