હાઇકોર્ટે સાત દિવસના પેરોલ મંજુર કર્યા બાદ આરોપી હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતોમોરબી : ટંકારા તાલુકાના અતિ ચકચારી બનેલા દુષ્કર્મ કેસમાં જેલમાં રહેલ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાંથી સાત દિવસના પેરોલ મેળવ્યા બાદ રજા પૂર્ણ થયે જેલમાં હાજર થવાને બદલે નાસી જતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દસ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2021માં ટંકારા તાલુજના લજાઈ ગામના ચકચારી દુષ્કર્મ કેસમાં જેલમાં રહેલા આરોપી હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ઉ.49 નામના આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાંથી સાત દિવસમાં પેરોલ મેળવ્યા બાદ રજા પૂર્ણ થતાં જેલમાં હાજર થવાને બદલે નાસી ગયો હતો.બીજીતરફ છેલ્લા દસ મહિનાથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી હિતેન્દ્રસિંહ હાલમાં લજાઈ ગામે તેના ઘેર આવ્યો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડી આરોપીને ઝડપી લઈ મોરબી સબજેલ હવાલે કર્યો હતો.