'મોરબી ટાઇમ્સ' ફેસબુક પેજના નામે બ્લેકમેલ કરતા હોવાના ગુન્હા હેઠળ 42 વર્ષીય આરોપી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી અપડેટ : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 'મોરબી ટાઇમ્સ' ફેસબુક પેજ ચલાવીને પત્રકાર તરીકેની ઓળખ આપી તોડપાણી અને લૂંટ કરનાર શખ્સની પાસા હેઠળ અટકાયત કરી તેને જેલહવાલે કર્યો છે. પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ, મોરબીના નહેરુગેટ નજીક ચીચાકાંદોઈ શેરીમાં રહેતા 42 વર્ષીય વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલ નામના શખ્સે 'મોરબી ટાઇમ્સ' નામે ફેસબુક પેજ બનાવી પત્રકાર તરીકેની ખોટી ઓળખ ઊભી કરી હતી. આ શખ્સ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવા, લૂંટ કરવા તેમજ સગીર વયના બાળકોના વીડિયો પોતાના ફેસબુક પેજ પર અપલોડ કરવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો.આવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા આરોપી વિશાલ સેજપાલ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. આદેશ અનુસાર, પોલીસે 18-08-2026 ના રોજ આરોપીની અટકાયત કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વાય. બી. જાડેજા, પીએસઆઇ જે. સી. ગોહિલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #PASA #FakeJournalist #GujaratPolice #SuratJail