કોઈપણ જાતના નુકસાન વિના ઊંચી ટાંકીને સફળતાપૂર્વક તોડી પડાઈમોરબી અપડેટ : મોરબી જિલ્લાના ખાખરેચી ખાતે પાણી પુરવઠા વિભાગ હસ્તકની એક જૂની અને બિનઉપયોગી પાણીની ટાંકીને આજ રોજ સુરક્ષિત રીતે ધરાશાયી કરવામાં આવી છે. ખાખરેચી સ.હે.વ. (સબ હેડ વર્ક્સ) ખાતે આવેલી આ ઊંચી પાણીની ટાંકી ઘણા સમયથી બિનઉપયોગી હાલતમાં હતી. આ જર્જરિત ટાંકીને તોડી પાડવા માટે આજે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગોતરી સાવચેતી રાખીને આખી કામગીરી પાર પાડવામાં આવી હતી.આસપાસના વિસ્તારમાં કે અન્ય કોઈ મિલકતને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના, અત્યંત સફળતાપૂર્વક અને સંપૂર્ણ સલામતી સાથે આ તોતિંગ ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે. આખી ટાંકી ગણતરીની સેકન્ડોમાં સીધી જ નીચે પડી હતી અને આ સફળ કામગીરીથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટનાનો ભય ટળી ગયો છે.#Morbi #Khakhrechi #WaterSupplyDepartment #Demolition #WaterTank #MorbiUpdates #MorbiNews #GujaratNews