મેન્ટેનન્સ અને વાયર બદલવાની કામગીરીને પગલે અલગ-અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશેમોરબી અપડેટ : પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સની કામગીરી અર્થે આવતીકાલે તારીખ 19/08/2026 ને બુધવારના રોજ જેતપર, ઘુંટુ અને મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.જેતપર ઔદ્યોગિક પેટા વિભાગજેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા 66 KV રંગપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV ના તમામ ફીડરો સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી GETCO ની મેન્ટેનન્સ કામગીરી માટે બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, ખેતીવાડી, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ મહેન્દ્રનગર સબ સ્ટેશનમાંથી નીકળતા સીરામીક ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં MVCC કંડકટર (વાયર) બદલવાની કામગીરી માટે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. જેમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.મોરબી ઔદ્યોગિક પેટા વિભાગમોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા બાથકો JGY ફીડરમાં મેન્ટેનન્સની કામગીરી હોઈ સવારે 8:30 થી સાંજે 4:30 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. આ ફીડરમાં આવતા અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો અને આ વિસ્તારના તમામ રહેણાક, વાણિજ્ય અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.કામગીરી વહેલી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.#Morbi #PowerCut #PGVCL #MorbiUpdates #MorbiNews #Jetpar #Ghuntu #Maintenance