દેશમાં સોલ્ટ ટેકનોલોજી માટે સમર્પિત કોઈ શૈક્ષણિક સંસ્થા ન હોવાથી ઉદ્યોગમાં ટેકનિકલ મેનપાવરની અછત મોરબી અપડેટ : મોરબીના મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને ભારતીય મીઠા ઉદ્યોગમાં ટેકનિકલ શિક્ષણ અને ઇન્ડસ્ટ્રી-ડ્રિવન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)ની જરૂરિયાત અંગે મહત્વની રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ ડી. યુ. જાડેજા દ્વારા આ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મીઠા ઉત્પાદક દેશ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો મીઠા ઉત્પાદક દેશ અને અગ્રણી વૈશ્વિક નિકાસકાર છે. ભારતીય મીઠા ઉદ્યોગ નજીકના ભવિષ્યમાં તેનું ઉત્પાદન વધારીને આશરે 55 મિલિયન ટન કરવા તરફ આગળ વધી રહ્યો છે. જો કે, આ ઉદ્યોગ વૈશ્વિક ગુણવત્તાના માપદંડોને પહોંચી વળવા માટે મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે.ઉદ્યોગ સામેના મુખ્ય પડકારો મીઠા ઉદ્યોગના વિકાસ માટે પત્રમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે* બદલાતી આબોહવા વચ્ચે મીઠાની ઉત્પાદકતા સુધારવી અને ઇવેપોરેશન કાર્યક્ષમતા વધારી ઉત્પાદન ખર્ચ ઘટાડવો.* કણોનું કદ, રંગ, સિલિકા, કેલ્શિયમ/મેગ્નેશિયમ રેશિયો, ફ્રી એમોનિયા, ફ્રી આયર્ન, ફ્રી આયોડિન અને ફ્રી બ્રોમિન જેવા ગુણવત્તાના માપદંડો જાળવવા.* મીઠા અને બીટર્નમાંથી વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સ તેમજ બાય-પ્રોડક્ટ્સ વિકસાવવી.* સ્ટોરેજ, હેન્ડલિંગ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનમાં સુધારો કરી નુકસાન ઘટાડવું.* ઓટોમેશન, ડિજિટલ ટેકનોલોજી અને ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવી.નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી સ્થાપવા માંગ આ તમામ પડકારોને પહોંચી વળવા માટે મજબૂત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ સાહસિકો વચ્ચે સતત સંપર્ક જરૂરી છે. કમનસીબે, દેશમાં મીઠાના ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે સમર્પિત કોઈ ખાસ કોલેજ કે સંસ્થા નથી, જેના કારણે ક્વોલિફાઇડ ટેકનિકલ પ્રોફેશનલ્સની ભારે અછત વર્તાઈ રહી છે. આ માટે દેશમાં 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલ્ટ ટેકનોલોજી' અથવા 'સ્પેશિયલાઇઝ્ડ કોલેજ ઓફ સોલ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી'ની સ્થાપના કરવી જરૂરી છે. આ ઉપરાંત, સોલ્ટ ડિપાર્ટમેન્ટ ચાલુ રાખવામાં આવે અને તેની હેડ ઓફિસ (H.O.) ગુજરાતના ગાંધીનગરમાં રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.#Morbi #SaltIndustry #MarineSaltAssociation #NarendraModi #MorbiNews #GujaratGovernment #SaltTechnology #Education #MorbiUpdates