મોરબી : મોરબી શહેરમાં નાની કેનાલ રોડ પર આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ભગવાનજીભાઈ ગૌસ્વામી ઉ.56 નામના આધેડ ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે સાંજના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.