સીટી સેન્ટરમાં શરૂ કરાયું નવું કાર્યાલય: પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, મેયર સહિત શહેર-જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિતમોરબી અપડેટ : મોરબી શહેર ભાજપના નવા સંગઠનમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખો તેમજ મંત્રી સહિતના હોદ્દેદારોની નિયુક્તિ બાદ આજરોજ મોરબી શહેર ભાજપ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ નવનિર્મિત કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.મોરબી શહેર ભાજપ કાર્યાલયનો પ્રારંભ સીટી સેન્ટર, પહેલા માળે, જૂની HDFC બેંકની બાજુમાં વિધિવત રીતે કરવામાં આવ્યો છે. આ કાર્યાલય કાર્યરત થવાથી આગામી સમયમાં સંગઠનાત્મક કામગીરી, કાર્યકર્તાઓની બેઠકો તેમજ નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટેની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.આ ઉદ્ઘાટન પ્રસંગે બ્રિજેશભાઈ મેરજા, જયંતિભાઈ કવાડિયા, મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ નૈમિશ પંડિત, પ્રદીપભાઈ વાળા, જયુભા જાડેજા, નિર્મલભાઈ જારીયા, જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, ધર્મેન્દ્રભાઈ કંજારીયા, રાજેશભાઈ ભીમાણી, કાજલબેન ચંડીભમ્મર, નિર્મળાબેન હડિયલ, જીતુભાઈ પટેલ, કે.કે. પરમાર, ચિરાગભાઈ રાણપરા, જયંતીભાઈ પડસુમ્બિયા સહિત શહેર તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો, મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiCityBJP #BJPOfficeInauguration #JayantibhaiRajkotiya #MorbiBJP #UttambhaiSurani #BrijeshMerja #JayantibhaiKavadiya #MorbiNews #GujaratNews