હળવદ : શ્રાવણીયા જુગારની મોસમ વચ્ચે હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મંગળપુર અને માથક ગામે જુગારના અલગ અલગ બે દરોડામાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં હળવદ પોલીસે મંગળપુર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધીરુભાઇ ભગવાનભાઈ નગવાડિયા અને આરોપી મહેશ ભવાનભાઈ નગવાડિયા રહે.બન્ને મંગળપુર વાળાઓને રોકડા રૂપિયા 1830 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં માથક ગામના ઝાપા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હરદેવભાઈ દિનેશભાઇ મકવાણા અને સાગર મહેશભાઈ દારોદરાને રોકડા રૂ.11,700 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.