મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલ નરસંગ સોસાયટીમાં જમુના એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા અનિલભાઈ વેલજીભાઈ વિડજા ઉ.65 નામના વૃધ્ધએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.