મોરબી અપડેટ : 'સેવા પરમો ધર્મ' ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરનાર અને અનેક સેવાકીય સંગઠનો સાથે જોડાઈને સમાજસેવાના વિવિધ કાર્યોમાં અગ્રેસર રહેતા મોરબીના યુવા આગેવાન આર્યન ત્રિવેદી દ્વારા પોતાના 25 મા જન્મદિવસ નિમિત્તે એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે આર્યન ત્રિવેદીએ બોડાસર આંગણવાડી કેન્દ્ર ખાતે અભ્યાસ કરતા નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પોતાના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી પેન, પેન્સિલ, નોટબુક સહિતની અત્યંત ઉપયોગી શૈક્ષણિક સામગ્રીઓ અર્પણ કરવામાં આવી હતી. #Morbi #MorbiUpdate #AryanTrivedi #BirthdayCelebration #BodasarAnganwadi #EducationalKit #SocialWork #YouthLeader #MorbiNews #GujaratNews