જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ: સાંસદ વિનોદભાઈ ચાવડા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતમોરબી અપડેટ: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના 650મા જન્મજયંતી વર્ષ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 'સમરસતા સંકલ્પ અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સંત રવિદાસના જન્મસ્થળની પવિત્ર માટી ભરેલ કળશ મોરબી ખાતે આવી પહોંચતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય 'કળશ વિતરણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્ર કળશ મોરબી જિલ્લાના તમામ તાલુકાઓના પ્રત્યેક ગામ સુધી પહોંચાડવામાં આવશે, જ્યાં તેનું પૂર્ણ આદર અને સન્માન સાથે પૂજન-અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ આ પવિત્ર માટીને ગામના સ્થાનિક મંદિર અથવા પીપળા કે વડલા જેવા પવિત્ર વૃક્ષના ચરણોમાં સમર્પિત કરાશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ સંત રવિદાસ મહારાજના જીવન ચરિત્ર, ઉચ્ચ વિચારો અને સામાજિક સમરસતાના સંદેશ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, જામનગરના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા તેમજ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ સુખદેવભાઈ દેલવાણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, તાલુકા-શહેર મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.#Morbi #MorbiUpdate #BJP #SamrastaSankalpAbhiyan #SantRavidas #JayantibhaiRajkotiya #KantibhaiAmrutiya #VinodbhaiChawda #MorbiNews