મોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિકાસ કાર્યો સતત પ્રગતિમાં છે. જેના ભાગરૂપે વોર્ડ નંબર 9 માં આવેલી ધર્મલાભ સોસાયટીમાં રોડના નવા વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, ચેરમેન નવનીતભાઈ કુંડારીયા, નુતનબેન વિડજા, હિરેનભાઈ કરોતરા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વિકાસકાર્યમાં સહભાગી થયા હતા. સ્થાનિક નાગરિકોને વધુ સારા રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ સત્વરે મળી રહે તેવા હેતુથી મહાનગરપાલિકા દ્વારા આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WardNo9 #RoadDevelopment #MorbiMunicipalCorporation #DharmalabhSociety #PublicWork