IIT ખડગપુરના બી.ટેકથી પાણિની વ્યાકરણના આચાર્ય અને દર્શનશાસ્ત્રમાં Ph.D. સુધીની વિરલ શૈક્ષણિક સફર ધરાવતા પ્રખર વિદ્વાન ટૂંક સમયમાં સૌરાષ્ટ્રમાં માર્ગદર્શન આપશેમોરબી અપડેટ : પ્રખર વિદ્વાન અને વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજના સંગઠન તથા શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય સ્વામી વિજ્ઞાનાનંદજી ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.સ્વામી વિજ્ઞાનાનંદજી વિશ્વ હિન્દુ પરિષદમાં સંયુક્ત મહાસચિવ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પ્રચારક તરીકે પણ તેમણે લાંબા સમયથી સંગઠનાત્મક ક્ષેત્રે કાર્ય કર્યું છે. આધુનિક વિજ્ઞાન-ટેક્નોલોજી અને ભારતીય જ્ઞાનપરંપરાનો અનોખો સમન્વય તેમના વ્યક્તિત્વની વિશેષતા માનવામાં આવે છે.IIT ખડગપુરથી Ph.D. સુધીની સફરસ્વામીજીની શૈક્ષણિક સફર ખૂબ જ નોંધપાત્ર રહી છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત IIT ખડગપુરમાંથી બી.ટેક.ની પદવી મેળવી છે. ત્યારબાદ ભારતીય જ્ઞાનપરંપરા તરફ આગળ વધીને સંસ્કૃત, વ્યાકરણ અને હિન્દુ દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે પાણિની વ્યાકરણમાં આચાર્ય તથા દર્શનશાસ્ત્રમાં વિદ્યાવારિધિ (Ph.D.)ની પદવી પ્રાપ્ત કરી છે.વિશ્વ હિન્દુ કોંગ્રેસ અને વ્યાપારી મંચની વૈશ્વિક પરિકલ્પનાવિશ્વભરમાં વસતા હિન્દુ સમાજને વિવિધ ક્ષેત્રોમાં એક મંચ પર લાવવાના ઉદ્દેશ સાથે સ્વામી વિજ્ઞાનાનંદજીએ વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (World Hindu Congress) ની પરિકલ્પના કરી તેની શરૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2014માં દિલ્હી, 2018માં શિકાગો અને 2023માં બેંગકોક ખાતે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના વૈશ્વિક સંમેલનો યોજાયા છે. આ મંચ દ્વારા હિન્દુ આગેવાનો, ઉદ્યોગકારો અને નિષ્ણાતોને એક મંચ પર જોડવાનો પ્રયાસ થયો છે, જેના થકી B2B પ્રકારે વેપાર-વ્યવસાય વધારવાની ઉત્તમ તક મળે છે.આ ઉપરાંત હિન્દુ સમાજના આર્થિક સશક્તિકરણ માટે સ્વામીજીએ વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ (WHEF) ની સ્થાપનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હોંગકોંગ, બેંગકોક, દિલ્હી, લંડન, લોસ એન્જલસ, શિકાગો, મુંબઈ અને એડિલેડ સહિત વિશ્વનાં વિવિધ શહેરોમાં તેના આંતરરાષ્ટ્રીય સંમેલનો યોજાયા છે.યુનિવર્સિટીઓમાં 'હિન્દુ સ્ટડીઝ'ની શરૂઆતસ્વામી વિજ્ઞાનાનંદજીએ હિન્દુ સ્ટડીઝ (Hindu Studies)ને ઉચ્ચ શિક્ષણમાં વ્યવસ્થિત અભ્યાસના વિષય તરીકે સ્થાપિત કરવા વિશેષ પ્રયાસો કર્યા છે. UGC-NETના માળખાને અનુરૂપ હિન્દુ સ્ટડીઝમાં M.A. અને Ph.D. જેવા ઉચ્ચ અભ્યાસક્રમોની શરૂઆત માટે તેમણે મહત્વપૂર્ણ પહેલ કરી છે. હાલમાં દેશની અનેક કેન્દ્રીય અને રાજ્ય યુનિવર્સિટીઓમાં તેનો અભ્યાસ થઈ રહ્યો છે. તેઓ વર્લ્ડ બુદ્ધિસ્ટ કલ્ચરલ ફાઉન્ડેશન, હિન્દુ એજ્યુકેશન બોર્ડ, હિન્દુ મીડિયા ફોરમ અને HOTA જેવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.સંગઠન, શિક્ષણ, અર્થવ્યવસ્થા અને વૈશ્વિક હિન્દુ સંવાદના ક્ષેત્રે કાર્યરત સ્વામી વિજ્ઞાનાનંદજીએ અત્યાર સુધીમાં 20થી વધુ આંતરરાષ્ટ્રીય અને 30થી વધુ રાષ્ટ્રીય સંમેલનોના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તેમની ઉપસ્થિતિ અને માર્ગદર્શનને લઈને સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે હોવાનું જીમીભાઈ દક્ષિણી દ્વારા જણાવાયું છે.#SwamiVigyananandji #WorldHinduCongress #WHEF #HinduStudies #SaurashtraTour #Rajkot #MorbiNews #VHP #MorbiUpdate