શક્તિનગર નજીક સર્જાયેલી દુર્ઘટનામાં મૂળ ધ્રાંગધ્રાના જીવા ગામના અને હાલ મોરબીના લાલપર રહેતા આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યોમોરબી અપડેટ (હળવદ) : હળવદ હાઇવે પર આવેલ શક્તિનગર ગામ નજીક ગત રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હળવદ તરફથી ધ્રાંગધ્રા તરફ જઈ રહેલા એક આશાસ્પદ યુવાનના બાઈક આડે અચાનક આખલો ઉતરતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના 26 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની અને હાલ મોરબીના લાલપર ખાતે રહેતા શંકરગીરી મોહનગીરી ગોસ્વામી (ઉંમર વર્ષ 26) ગઈકાલે મોડી સાંજે ઘરેથી જીવા ગામે માતાજીના દર્શન કરવા માટે બાઈક નંબર GJ 13 BM 4786 લઈને નીકળ્યા હતા. યુવક જ્યારે હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે હાઇવે પર ઓચિંતા જ એક આખલો આડો ઉતર્યો હતો. બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતા સર્જાયેલા આ ગંભીર અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જોકે ઈજાઓ વધુ હોવાના કારણે 26 વર્ષીય શંકરગીરી મોહનગીરી ગોસ્વામીનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતાં શક્તિસિંહ પરમાર સહિતના પોલીસ જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની પ્રાથમિક તપાસ હાથ ધરી છે.#MorbiUpdate #Halvad #AccidentNews #StrayAnimalAccident #MorbiNews #GujaratNews #HalvadHighway #Dhrangadhra