વાવડી રોડ સ્થિત સદભાવના હોલ ખાતે યોજાશે કાર્યક્રમ: સરકારી નોકરી મેળવનાર યુવાનોને 'જ્ઞાતિરત્ન' એવોર્ડથી નવાજાશેમોરબી અપડેટ : મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આગામી તા. 23/08/2026, રવિવારના રોજ 11મા સરસ્વતી સન્માન સમારોહ (વર્ષ 2025/26) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ સમારોહ વાવડી રોડ, કારીયા સોસાયટી સ્થિત ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સદભાવના હોલ ખાતે બપોરે 3 કલાકે યોજાશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ દીપ પ્રાગટ્ય, સ્વાગત પ્રવચન, અતિથિ વિશેષોના આશીર્વચન, ઈનામ વિતરણ તેમજ આભાર દર્શન યોજાશે.આ સમારોહમાં દાતાઓના સહયોગથી ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન શિલ્ડ, રનિંગ શિલ્ડ, સ્કૂલબેગ, લેપટોપ બેગ, શૈક્ષણિક કીટ, ચાંદીના સિક્કા સહિતના વિવિધ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સરકારી નોકરી મેળવનાર પ્રતિભાશાળી યુવાનોને 'જ્ઞાતિરત્ન' તરીકે વિશેષ સન્માનિત કરવામાં આવશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઇનામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સમયસર ઉપસ્થિત રહેવા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ - મોરબી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #SaraswatiSanman #GurjarPrajapati #StudentFelicitation #VawadiRoad #MorbiNews