સાવરકર વિશે પ્રશ્ન પૂછવો ગુનો કે શિસ્તભંગ નથી: શિક્ષક ગુરુ પ્રસાદનું નિલંબન તાત્કાલિક પરત ખેંચવા અને શિક્ષણને રાજકીય પૂર્વગ્રહથી મુક્ત રાખવા બુલંદ માંગમોરબી અપડેટ : કેરળના કાસરગોડ જિલ્લાના કુંબલા સબ-ડિસ્ટ્રિક્ટમાં યોજાયેલી શાળાકીય સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝ સ્પર્ધામાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવાની ઘટના સામે ભારે રોષ ફેલાયો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના આહ્વાન પર મોરબી જિલ્લા એકમ દ્વારા આ અન્યાયી કાર્યવાહીના સખત વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષકનું સસ્પેન્શન તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે.કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ કેરળના રાજ્યપાલને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે વીર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિત્વ છે. તેમના વિશે પ્રશ્ન પૂછવો એ કોઈ અપરાધ, શિસ્તભંગ કે રાજકીય વિચારધારાનો પ્રચાર નથી. ક્વિઝની પ્રશ્નાવલી ઉપજિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ અને મંજૂરી બાદ શાળાઓમાં મોકલવામાં આવી હતી, તેમ છતાં માત્ર પ્રશ્ન બનાવનાર શિક્ષકને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવા તે સ્પષ્ટપણે વૈચારિક અને રાજકીય પૂર્વગ્રહ દર્શાવે છે. આ પ્રકારની કાર્યવાહીથી શિક્ષક સમુદાયમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થાય છે.આવેદનમાં વધુમાં જણાવાયું છે કે દેશમાં પોર્ટ બ્લેર એરપોર્ટનું નામકરણ, ઇન્દિરા ગાંધી દ્વારા તેમના સન્માનમાં ટપાલ ટિકિટ તેમજ સંસદ ભવનમાં સાવરકરના તૈલચિત્ર સહિત રાષ્ટ્રીય સ્તરે તેમના યોગદાનને સ્વીકારવામાં આવ્યું છે, ત્યારે શાળાકીય ક્વિઝમાં તેમનો પ્રશ્ન પૂછવો ગંભીર શૈક્ષણિક અપરાધ કેવી રીતે બની શકે તે વિચારવા જેવી બાબત છે. મહાસંઘે શિક્ષક ગુરુ પ્રસાદનું નિલંબન સત્વરે રદ કરી તેમને સેવામાં પુનઃસ્થાપિત કરવા, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા અને શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા તેમજ ગૌરવનું રક્ષણ કરવાની ભારપૂર્વક માંગ કરી છે.#Morbi #MorbiUpdate #ShaikshikMahasangh #VeerSavarkar #KeralaTeacherSuspension #TeacherRights #AcademicFreedom #CollectorOfficeMorbi #MorbiNews #GujaratNews