તાલુકા સર્વેલન્સ ટીમે 80 લીટર દારૂ, ભઠ્ઠીના સાધનો અને 500 લીટર આથો સહિત રૂ. 32,350નો મુદ્દામાલ કબ્જે કર્યો વાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે રહેણાક મકાન પાછળ ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે દરોડો પાડી 3 શખ્સોને રૂ. 32,350 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.મળતી માહિતી મુજબ, પોલીસે ટીમને બાતમી મળી હતી કે ખીજડીયાથી ધીયાવડ જતા રસ્તે આરોપીના રહેણાક મકાન પાછળ ખુલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. પોલીસે સ્થળ પર દરોડો પાડી 80 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 16,000), ભઠ્ઠીના સાધનો (કિંમત રૂ. 3,850) તેમજ 500 લીટર ઠંડો આથો (કિંમત રૂ. 12,500, જે સ્થળ પર નાશ કરાયો) મળી કુલ રૂ. 32,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે ખીજડીયા ગામના દીપકભાઈ ભૂપતભાઈ સોલંકી, અજયભાઈ સોમાભાઈ સોલંકી અને શૈલેષભાઈ ભૂપતભાઈ સોલંકી નામના 3 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કામગીરી કરનાર અધિકારી:આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, એ.એસ.આઈ. જે.કે. અઘારા, હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ શક્તિસિંહ દિલીપસિંહ પરમાર તેમજ સામતભાઈ રાયધનભાઈ છુછીયા રોકાયેલા હતા.#Morbi #Wankaner #MorbiUpdate #WankanerPolice #ProhibitionRaid #DesiDaru #MorbiNews #CrimeNews