જોગ ધ્યાનપુરા આશ્રમના ગુરુદેવની 50મી નિર્વાણ તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ અને 51,000 વૃક્ષારોપણના સંકલ્પ સાથે ત્રિવેણી સેવાકીય આયોજન: સાંસદ, મંત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિતમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે મોરબી ખાતે રાજુભાઈ કરુણાશંકરભાઈ ઠાકર દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ માટે ભવ્ય બ્રહ્મભોજન, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિઃશુલ્ક રોપા વિતરણનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી શહેર તેમજ જિલ્લાભરમાંથી 5000 થી વધુ ભૂદેવો અને ભાવિકોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.જોગ ધ્યાનપુરા આશ્રમના ગુરુદેવની આગામી 50મી નિર્વાણ તિથિના અનુસંધાને 'છોડમાં રણછોડ' અભિયાન અંતર્ગત જોગ પરિવાર દ્વારા મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લામાં ઘરે-ઘરે રોપા વાવવા માટે અત્યાર સુધીમાં 11,000 થી 12,000 રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આગામી નિર્વાણ તિથિ સુધીમાં કુલ 51,000 રોપાઓના ઉછેરનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ સાથે આજના પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ સફળ આયોજન થયું હતું.આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી તપનભાઈ દવે, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ, મહામંત્રી અરવિંદભાઈ વાંસદડીયા, વાંકાનેરના ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ રાવલ, જોગ ધ્યાનપુરા આશ્રમના ટ્રસ્ટી હરગોવિંદભાઈ પટેલ તેમજ જોગ પરિવારના યુવાનો અને સામાજિક-રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #BrahmBhojan #RajubhaiThakar #JogDhyanpuraAshram #TreePlantation #BloodDonation #MorbiNews