સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયો કેમ્પ : 30 રક્તદાતાઓએ કર્યું રક્તદાનમોરબી: ક્લીન મેક્સ એનવીરો એનર્જી સોલ્યુશન (રાતાભેર, માથક રોડ, માથક) ખાતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વાતંત્ર્ય પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે કુણાલ શેખર, ચંદ્રશેખર નામાની, રાણા શેખર તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહભેર સહકાર આપ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિ બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ તેમજ સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.#Morbi #MorbiUpdate #BloodDonation #IndependenceDay #SanskarBloodCenter #Mathak #CleanMax #MorbiNews