રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આયોજન: 10, 12, ITI અને ગ્રેજ્યુએટ પાસ 18 થી 35 વર્ષના ઉમેદવારો લઈ શકશે ભાગહળવદ (મોરબી અપડેટ) : મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. 20 ઓગસ્ટ 2026 ને ગુરુવારના રોજ સવારે 11:00 કલાકે હળવદના સરા રોડ સ્થિત પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ ખાતે એક ભવ્ય ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે. જેમાં નોનમેટ્રિક, ધોરણ 10 (SSC), ધોરણ 12 (HSC), ITI તેમજ સ્નાતક (Graduate) ની લાયકાત ધરાવતા અને 18 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના મૂળ તથા નકલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને બાયોડેટા (Resume) સાથે નિયત સમય અને તારીખે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું. જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #Halvad #MorbiUpdate #JobFair #RojgarMelo #EmploymentExchange #HalvadNews #JobsInMorbi #MorbiNews