દીકરીને પૈસા આપવા બાબતે પતિએ માથાકૂટ કરી પત્નીને મોતને ઘાટ ઉતારી : પોલીસ તપાસનો ધમધમાટમોરબી અપડેટ : મોરબીના જૂના રફાળેશ્વર રોડ પર આવેલી આદ્યશક્તિ પેપર મિલ પાસેની કોલોનીમાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, 45 વર્ષીય શાંતાબેન ભૂરાભાઈ કતારા નામના મહિલાની તેમના જ પતિ ભૂરાભાઈ બુધિયાભાઈ કતારા દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મૃતક શાંતાબેનના પતિ ભૂરાભાઈ બુધિયાભાઈ કટારા છેલ્લા ઘણા સમયથી તેમની સાથે રહેતા ન હતા. પરંતુ, પૈસાની લેવડદેવડ બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. મૃતક મહિલાએ પોતાની દીકરીને પૈસા આપ્યા હોવાથી, આરોપી પતિએ 'દીકરીને પૈસા કેમ આપ્યા?' તેમ કહીને ઝઘડો કર્યો હતો. આ ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિ ભૂરાભાઈ કતારાએ શાંતાબેન પર બોથડ પદાર્થ વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.આ દંપતીને સંતાનમાં 2 દીકરા અને 3 દીકરીઓ છે, જે પૈકી મોટા દીકરાની ઉંમર આશરે 30 વર્ષ જેટલી છે. દીકરા અને મૃતક પત્ની સાથે રહેતા હતા. જ્યારે હત્યા કરનાર પતી અલગ રહેતા હતા. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કર્યા બાદ આરોપી પતિ ભૂરાભાઈ કતારા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #CrimeNews #MurderCase #RafaleshwarRoad #MorbiPolice #Crime #MorbiNews