હિન્દુ સંગઠનોએ તમામ કોર્પોરેટરના સમર્થન સાથે ઝુંબેશને તેજ બનાવી : મંજૂરી વગરના નોનવેજના હાટડાઓ સામે મેયર અને કમિશનરની કડક કાર્યવાહીની ખાતરીમોરબી અપડેટ : મોરબી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને જાહેરમાં વેચાતા નોનવેજને લઈને હિન્દૂ સંગઠનો આક્રમક મૂડમાં આવ્યા છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠનોએ મોરબી મહાનગરપાલિકાના તમામ 52 કોર્પોરેટરો પાસે સમર્થન માંગ્યું છે. આ મામલે મેયર ઉત્તમ સુરાણી અને મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ પણ સકારાત્મક પ્રતિસાદ આપી કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.હિન્દૂ સંગઠનની ચીમકી: કાર્યવાહી નહીં થાય તો નહેરુ ગેટ ચોક ખાતે પૂતળાદહન થશેહિન્દુ સંગઠનના આગેવાન કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 થી 3 દિવસથી સંગઠન દ્વારા ગેરકાયદે કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબીના 52 કોર્પોરેટરોમાંથી 50% થી વધુએ આ મામલે સહીઓ કરી આપી છે. બધા સહી કરવા તૈયાર પણ છે. જો કોર્પોરેટરોની સહીઓ હોય તો કમિશનરને કાર્યવાહી કરવામાં શું તકલીફ છે તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે જો આગામી સમયમાં કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો જન્માષ્ટમીની બેઠક બાદ મોરબી મહાનગરપાલિકાનો વિરોધ કરવામાં આવશે અને નહેરુ ગેટ ચોક ખાતે પૂતળાદહનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.લાયસન્સ વગરના કતલખાનાઓ પર તવાઈ બોલાવાશે : મેયરમોરબીના મેયર ઉત્તમ સુરાણીએ હિન્દૂ સંગઠનોના આવેદનપત્રને સમર્થન આપતા જણાવ્યું હતું કે તમામ 52 કોર્પોરેટરો આ માંગ સાથે સહમત છે. જે પણ કતલખાના ગેરકાયદેસર છે અને કાયદાનો ભંગ કરે છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં લાયસન્સ વગરના તમામ કતલખાનાઓને બંધ કરાવવા માટે મહાપાલિકા દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવશે અને કડક પાલન કરાવવામાં આવશે.કલમ 336 અને 381 હેઠળ કડક પગલાં લેવાશે : મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસને ધ્યાને રાખીને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ મોરબીમાં કલમ 329 અને 336 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ સોમવાર અને જન્માષ્ટમીના દિવસે કતલખાના અને માંસના વેચાણ પર પ્રતિબંધ છે. હાલ મહાપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરી આવી દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. કાયમી ધોરણે બંધ કરાવવા અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, મહાપાલિકા પાસે કલમ 336 મુજબ કતલખાના બંધ કરાવવાની સંપૂર્ણ સત્તા છે. નવી કોર્પોરેશન હોવાથી હાલ ફૂડ ઇન્સ્પેક્ટરને અધિકૃત કરી કલમ 381 હેઠળ તમામને નોટિસ ઇશ્યૂ કરવાની કામગીરી ચાલી રહી છે. RTI અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે લાયસન્સ જિલ્લા કક્ષાએથી અપાતા હોવાથી મહાપાલિકા પાસે તેનો રેકોર્ડ શૂન્ય છે, પરંતુ ગેરકાયદે કતલખાનાઓ સામે ચોક્કસ અને નક્કર પગલાં લેવામાં આવશે અને તેનું પરિણામ પણ આગામી સમયમાં જોવા મળશે.#MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #IllegalSlaughterhouse #VHP #BajrangDal #MorbiMayor #MorbiCommissioner #GujaratNews