ટંકારા તાલુકાના રોહીશાળા ગામના 67 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યોમોરબી: ટંકારા તાલુકાના નેકનામથી દહીંસરડા (પડધરી) જતા રોડ પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભારત ગેસ એજન્સી સામે ડમ્પરે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.ટંકારા પોલીસ મથકેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આજે સવારે આશરે 11:30 વાગ્યાની આસપાસ નેકનામથી દહીંસરડા જતા રોડ પર આવેલી ભારત ગેસ એજન્સી સામે આ અકસ્માત સર્જાયો હતો. બાઈક લઈને પસાર થઈ રહેલા રોહીશાળા ગામના વાલજીભાઈ ડાયાભાઈ ભોરણીયા (ઉંમર વર્ષ 67, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી) ને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. આ જીવલેણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા વાલજીભાઈનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટાફ તુરંત દોડી ગયો હતો. પોલીસે હાલ ઇન્કવેસ્ટ પંચનામા સહિતના પ્રાથમિક કાગળો કરવાની કામગીરી પૂર્ણ કરી છે. મૃતદેહ પરિવારજનોને અંતિમ વિધિ માટે સોંપી દેવામાં આવ્યો છે. આ મામલે હાલ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઇ છે.#Morbi #MorbiUpdate #Tankara #Accident #RoadAccident #TankaraPolice #MorbiNews #GujaratNews #CrimeNews