22 ફેબ્રુઆરી 2007 થી શરૂ કરેલા સંકલ્પનું આજદિન સુધી અવિરત પાલન: વેપાર સાથે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનું પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણમોરબી અપડેટ : પ્લાસ્ટિકનો વધતો વપરાશ આજે સમગ્ર વિશ્વ અને પર્યાવરણ માટે ગંભીર પડકાર બની રહ્યો છે, ત્યારે મોરબીની આશરે 80 વર્ષ જૂની અને વિશ્વસનીય પેઢી ‘મામુજી ટ્રેડર્સ’ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી પર્યાવરણમૈત્રી પહેલ અન્યો માટે પ્રશંસનીય અને અનુકરણીય બની છે. આ પેઢી દ્વારા તારીખ 22 ફેબ્રુઆરી 2007 ના રોજથી જ પ્લાસ્ટિકના ઝબલાઓનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનો નિર્ણય લેવાયો હતો, જે સંકલ્પનું આજદિન સુધી સતત અને ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.આજથી લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે પ્લાસ્ટિકના નુકસાન અંગે સમાજમાં જાગૃતિ ખૂબ ઓછી હતી, ત્યારે પર્યાવરણને થતા નુકસાનની ગંભીરતા સમજીને પેઢીએ સમયથી આગળ વિચાર કરીને પ્લાસ્ટિકમુક્ત વ્યવહાર અપનાવ્યો હતો. પર્યાવરણ બચાવવાની વાતો સામાન્ય રીતે સભાઓ પૂરતી સીમિત રહેતી હોય છે, પરંતુ ‘મામુજી ટ્રેડર્સ’ ની વિશેષતા એ છે કે પ્લાસ્ટિકના ઝબલાઓનો ત્યાગ માત્ર કોઈ એક દિવસીય ઝુંબેશ કે દેખાવ પૂરતો રહ્યો નથી, પરંતુ વર્ષ 2007 થી આજ સુધી સતત રોજિંદા વ્યવહારમાં અમલમાં છે.વેપાર અને નફો કમાવાની સાથે સમાજ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવતી આ પેઢી દર્શાવે છે કે પર્યાવરણ સંરક્ષણ માટે મોટા ખર્ચ કે વિશાળ આયોજન કરતાં મક્કમ સંકલ્પ અને સતત અમલ વધુ મહત્વનો છે. જો મોરબી શહેરના અન્ય વેપારીઓ, દુકાનદારો અને સંસ્થાઓ પણ આ રીતે પ્લાસ્ટિકના ઝબલાઓનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે તો પ્રશાસનના સ્વચ્છતા અભિયાનને વેગ મળવાની સાથે મોરબીને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવામાં મોટો ફાળો આપી શકાય.#Morbi #MorbiUpdate #MamujiTraders #PlasticFree #EnvironmentProtection #EcoFriendlyMorbi #GreenInitiative #SocialResponsibility #MorbiNews #GujaratNews