સર્વે હિન્દુ સંગઠન દ્વારા શોભાયાત્રા, રૂટ વ્યવસ્થા અને મટકીફોડ કાર્યક્રમોના સંકલન માટે સમગ્ર હિન્દુ સમાજને ઉપસ્થિત રહેવા આહવાનમોરબી અપડેટ : મોરબી સર્વે હિન્દુ સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મોરબી શહેરના રાજમાર્ગો પર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રાના સુવ્યવસ્થિત આયોજન, વ્યવસ્થા, માર્ગ સંકલન તથા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક તા. 18 ઓગસ્ટ ને મંગળવારના રોજ રાત્રે 9:30 કલાકે અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે યોજાશે.આ બેઠકમાં મોરબી વેપારી એસોસિએશનના આગેવાનો, ગણેશ ઉત્સવ સમિતિ, ગરબી મંડળો, વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ તેમજ રાત્રે મટકી ફોડ કાર્યક્રમો યોજતા આયોજકો, સર્વે હિન્દુ સંગઠનના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમગ્ર હિન્દુ સમાજના અગ્રણીઓને ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવવા સહભાગી થવા સર્વે હિન્દુ સંગઠન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ આયોજન સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #Janmashtami2026 #KrishnaJanmotsav #Shobhayatra #SarveHinduSangathan #MorbiNews