સાહિત્ય અને સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે સન્માનિત કરાયામોરબી અપડેટ: મોરબી જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી માળીયા તાલુકાના મોટા દહીંસરા મુકામે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નિષ્ઠા, સમર્પણ અને સેવાભાવ થકી પ્રશંસનીય કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મોરબીના જાણીતા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાને સાહિત્ય અને સંગીત ક્ષેત્રે મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ તેમજ તેના જતન માટેની કામગીરી બદલ વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.અશ્વિન બરાસરા સાહિત્ય ક્ષેત્રની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા સન્માનિત થયેલા છે તેમજ અતુલ્ય વારસો આયડેન્ટી એવોર્ડ, પેન એવોર્ડ અને જિલ્લા વિશિષ્ટ યુવા પ્રતિભા જેવા અનેક ગૌરવપૂર્ણ પુરસ્કારો મેળવી સરકાર માન્ય કલાકાર તરીકેની આગવી ઓળખ ધરાવે છે.આ ઉપરાંત તેઓ રાજ્ય સરકારના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત યુવા ઉત્સવ, કલા મહાકુંભ, બાળપ્રતિભા, ઉમંગ ઉત્સવ, ટેલેન્ટ હંટ અને કલા ઉત્સવ જેવી તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં તટસ્થ અને નિષ્પક્ષ નિર્ણાયક તરીકે સતત સેવાઓ આપી રહ્યા છે. તેમની આ બહુમૂલ્ય કામગીરીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #Morbi #MaliyaMiyana #MotaDahisara #AshwinBarasara #IndependenceDay #IndependenceDay2026 #MorbiNews #GujaratNews #CultureOfGujarat