ટંકારા : ટંકારા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લજાઇ ગામથી ધુનડા ગામ તરફ જતા કાચા રસ્તા પર એક ઝુપડા પાસે જાહેરમા જુગાર રમી રહેલા આરોપી હસમુખભાઇ રધુભાઇ ઉધરેજા રહે. વીરપર, રાહુલભાઇ જયંતિભાઇ પાટડીયા રહે- ધુનડા (સજનપર) ગામ, અરવિંદભાઇ ભુપતભાઇ પરેચા,રહે- ધુનડા (સજનપર) ગામ, કિશનભાઇ વિનુભાઇ પાટડીયા રહે- ધુનડા (સજનપર) ગામ, ગણેશભાઇ ઉર્ફે ગણો પ્રવિણભાઇ ઉધરેજા રહે- વીરપર ગામ અને નાથાભાઇ કરમશીભાઇ બાવરવા રહે- વીરપર ગામ વાળાઓને રોકડા રૂપિયા 19,700 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.