હળવદ (મોરબી અપડેટ): હળવદ તાલુકાના રાતાભે ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે સફળ દરોડો પાડી રોકડ રકમ રૂ. 1,27,000 સાથે 8 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, બાતમીના આધારે રાતાભે ગામે રહેતા પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓ: • પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા (રહે. રાતાભે, તા. હળવદ) • જીલુ જાદવજીભાઈ કેરવાડીયા (રહે. રાતાભે, તા. હળવદ) • ગણપત નટુભાઈ પરમાર (રહે. રાતાભે, તા. હળવદ) • અનિલ ગણેશભાઈ દડાણીયા (રહે. રાયધ્રા, તા. હળવદ) • વિજય પ્રભુભાઈ ચૌહાણ (રહે. રાતાભે, તા. હળવદ) • જીવરાજ હેમુભાઈ સારલા (રહે. રાતાભે, તા. હળવદ) • ઘનશ્યામ નરશીભાઈ કેરવાડીયા (રહે. રાતાભે, તા. હળવદ) • જયંતી ભીમાભાઈ કેરવાડીયા (રહે. રાતાભે, તા. હળવદ)કામગીરી કરનાર અધિકારી: આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. વ્યાસ, પીએસઆઈ આર.બી. ટાપરીયા, પીએસઆઈ એસ.એચ. ભટ્ટ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #Halvad #Ratabhe #MorbiPolice #GamblingRaid #CrimeNews #MorbiNews #GujaratPolice