'એક સંકલ્પ ગુરુ કે નામ' અભિયાન અંતર્ગત ચિત્રકુટ બાલા હનુમાનજી મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયુંમોરબી અપડેટ: જોગ યુવાગ્રુપ થાનગઢ અને ગુરુભાઈઓ દ્વારા ગુરુદેવ જોગબાપુની આગામી 50મી નિર્વાણ તિથિ નિમિત્તે 'એક સંકલ્પ ગુરુ કે નામ' અંતર્ગત વિવિધ ગામોમાં નિઃશુલ્ક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સેવાકીય પહેલના ભાગરૂપે મોરબી તાલુકાના ઘુંટુ ગામે આવેલા ચિત્રકુટ બાલા હનુમાનજી મંદિર ખાતે આશરે 1200 થી વધુ વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ જતનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.100 જરૂરિયાતમંદોને ફ્રી ટિફિન સેવાઘુંટુ ગામના સેવાભાવી ભક્તો દ્વારા ચિત્રકુટ બાલા હનુમાનજી મંદિરની નિયમિત દેખરેખ રાખવાની સાથે વિવિધ ધાર્મિક અને માનવતાવાદી કાર્યો કરવામાં આવે છે. હાલમાં આ મંદિર ખાતેથી દરરોજ બપોરે અને સાંજે આશરે 100 જેટલા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ટિફિન પહોંચાડવાની સેવા અવિરત ચલાવવામાં આવી રહી છે.પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પઆગામી પેઢી માટે શુદ્ધ હવા અને હરિયાળા વાતાવરણના નિર્માણ અર્થે સંસ્થા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફ્રી રોપાઓનું વિતરણ કરીને વૃક્ષારોપણ મુહિમ ચલાવવામાં આવી રહી છે. ઘુંટુ ગામે વિશાળ સંખ્યામાં વૃક્ષો વાવીને સેવાભાવી ભક્તોએ ગુરુચરણે અનોખી સેવા અર્પણ કરી છે, જેને સૌ ગ્રામજનો બિરદાવી રહ્યા છે.#MorbiUpdate #Morbi #Ghuntu #Jogbapu #TreePlantation #EnvironmentProtection #FreeTiffin #MorbiNews #Humanity