8 શખ્સો 2,70,500 ની રોકડ સહિત કુલ 3,45,500 ના મુદ્દામાલ સાથે ઝડપાયામોરબી અપડેટ : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલા વિરાટ-2 કોમ્પ્લેક્ષમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબીની ટીમે દરોડો પાડી 8 આરોપીઓને લાખો રૂપિયાની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલ વિરાટ-2 કોમ્પ્લેક્ષમાં પહેલા માળે સુપ્રતભાઈ ત્રિભુવનભાઈ પટેલ પોતાની કબજા ભોગવટાવાળી ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે રેઇડ કરી હતી.દરોડા દરમિયાન ઓફિસમાં તીન પત્તીનો જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 2,70,500 અને 8 મોબાઈલ ફોન (કિંમત રૂપિયા 75,000) મળી કુલ રૂપિયા 3,45,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પકડાયેલા આરોપીઓ* સુપ્રતભાઈ ત્રિભુવનભાઈ સવસાણી (રહે. ઉમીયા સર્કલ પાસે, શ્રીજીનગર, મોરબી)* નિસીતભાઈ ધર્મેન્દ્રભાઈ રાજપરા (રહે. નરસંગ સોસાયટી, રવાપર રોડ, મોરબી)* અક્ષયભાઈ જયંતીભાઈ વડસોલા (રહે. યોગેશ્વર સોસાયટી, રવાપર રોડ, મોરબી)* ભાવેશભાઈ રમેશભાઈ અગોલા (રહે. ઉમાપાર્ક સોસાયટી, અવની ચોકડી, મોરબી)* હાર્દીકભાઈ કાંતીભાઈ સંઘાણી (રહે. શીવગંગા એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી)* યસભાઈ રમેશભાઈ કાંજીયા (રહે. સૂર્યકીર્તી સોસાયટી, લીલાપર કેનાલ રોડ, મોરબી)* સંદીપભાઈ દિનેશભાઈ લોરીયા (રહે. મધરપાર્ક એપાર્ટમેન્ટ-2, રવાપર રેસીડેન્સી પાસે, મોરબી)* કપીલભાઈ નરસીભાઈ ધુમલીયા (રહે. સરસ્વતી સોસાયટી, શનાળા રોડ, મોરબી)પોલીસે પકડાયેલા તમામ 8 આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #LCBMorbi #CrimeNews #MorbiPolice #GujaratPolice #NewsUpdate