10 જેટલી અવનવી રાઇડ્સ અને સ્ટોલ્સ સહિતના આકર્ષણોમોરબી અપડેટ : જન્માષ્ટમીના તહેવારની મોસમમાં મોરબીવાસીઓને મનોરંજન પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત 'ક્રિષ્ના ઉત્સવ મેળો' આજથી ધામધૂમપૂર્વક શરૂ થઈ ગયો છે. મોરબીમાં કંડલા બાયપાસ પાસે, જ્યાં દર વર્ષે મેળો યોજાય છે તે જ ગ્રાઉન્ડમાં આ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેળો સાતમ-આઠમના તહેવારો સુધી ચાલશે. શહેરીજનો માટે આ મેળો દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મેળામાં બાળકો અને યુવાનોના મનોરંજન માટે ખાસ 10 જેટલી જુદી-જુદી આધુનિક અને રોમાંચક રાઈડ્સ રાખવામાં આવી છે, જે મેળામાં આવનાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પરિવાર સાથે તહેવારની મોજ માણવા અને આ મેળાની મુલાકાત લેવા યંગ ઇન્ડિયા ગ્રુપની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #YoungIndiaGroup #KrishnaUtsavMelo #MorbiMela #Lokmelo #MorbiNews