સંસ્કૃત કક્ષનું મંત્રી કાંતિલાલ અમૃતિયા અને સંસ્કૃત બોર્ડના ચેરમેનની ઉપસ્થિતિમાં લોકાર્પણ: વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં નાટક-કૃતિઓ રજૂ કરીમોરબી અપડેટ : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાર્થક વિદ્યામંદિર ખાતે આયોજિત નવનિર્મિત “સંસ્કૃત કક્ષ”નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સંસ્કૃત ભાષા અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અર્થે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા, સંસ્કૃત બોર્ડના ચેરમેન તેમજ સંસ્કૃત પ્રેમી મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્કૃતમય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિકાર્યક્રમ અંતર્ગત શાળાના સભાખંડ ખાતે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતનો ભવ્ય વારસો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર તેમજ વિજ્ઞાનની વિરાસતમાં સંસ્કૃતનું પ્રદાન જેવા વિષયો પર સંસ્કૃત ભાષામાં નાટક અને જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત સંસ્કૃત ક્રીડાઓ (રમતો), કથા, રોજિંદા વ્યવહારમાં વપરાતા સંસ્કૃત શબ્દોનું ચિત્ર નિરૂપણ, સુભાષિત, શ્લોક તથા ગીતા કંઠસ્થીકરણ પ્રકલ્પની અદ્ભુત રજૂઆત કરવામા આવી હતી.સંસ્કૃત કક્ષનું લોકાર્પણ અને વિશેષ પ્રદર્શનીઓડિટોરિયમ ખાતે સવારે 11 વાગ્યે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે 'સંસ્કૃત કક્ષ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી વિશેષ સંસ્કૃત પ્રદર્શની અને કક્ષની મુલાકાત સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી મૂકવામાં આવી હતી. સરળ પાઠ્ય બિંદુઓ દ્વારા લાઈવ સંસ્કૃત શીખવાની પદ્ધતિઓ પણ દર્શાવવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ આયોજનને સફળ બનાવવા સાર્થક વિદ્યામંદિર પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.#MorbiUpdate #Morbi #SarthakVidyamandir #SanskritKaksh #GujaratSanskritBoard #KantilalAmrutiya #SanskritLanguage #MorbiNews #Education #IndianCulture