વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સિંધાવદર ગામની સીમમાં ગાત્રળનગર વિસ્તારમાં આવેલ સમરપણ આશ્રમ વાળા રસ્તે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મહમદભાઈ આહમદભાઈ શેરસીયા,રહે-જુની કલાવડી, ફૈઝલભાઈ ઈસ્માઈલભાઈ શેરસીયા, રહે-મુમના શેરી વાંકાનેર, જાવેદભાઈ મહમદભાઈ શેરસીયા રહે-સિંધાવદર, દિનેશભાઈ ચતુરભાઈ વોરા રહે-રાતીદેવરી અને મુબીનભાઈ હુસેનભાઈ પરાસરા રહે-તિથવા તા.વાંકાનેરવાળાને રોકડા રૂપીયા 60,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.