રામઘાટ સ્થિત રામાનંદ ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન મળશે બેઠક; નવા ટ્રસ્ટની ચૂંટણી યોજાશેમોરબી અપડેટ : મોરબી અને માળીયા (મિયાણા) વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની એક મહત્વપૂર્ણ સામાન્ય સભા આગામી તારીખ 13/09/2026 ને રવિવારના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે યોજાશે.આ સામાન્ય સભામાં મુખ્ય એજન્ડા તરીકે નવા ટ્રસ્ટની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આથી રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ, ખજાનચી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા મોરબી અને માળીયા વિસ્તારના તમામ રામાનંદી સાધુ સમાજના સભાસદોને સમયસર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Morbi #MaliyaMiyana #RamanandiSadhuSamaj #MorbiNews #SamajNews