શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી અને નવીન પ્રયોગો બદલ શિક્ષણ વિભાગ દ્વારા કરાયું સન્માનવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર તાલુકાના વાંકિયા 1 ક્લસ્ટરની રાણકપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા રીનાબેન ભરતભાઈ ઠાકરને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 'પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર' એનાયત કરવામાં આવ્યું છે. 15 ઓગસ્ટ 2026ના રોજ આ સન્માન પત્ર આપી તેમને નવાજવામાં આવ્યા છે.શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નવીન્યપૂર્ણ પ્રયોગો અને સામાજિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. સાથોસાથ રાણકપર પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનો ઉત્સાહી શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો. રીનાબેન ઠાકરની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને વાંકાનેર પંથકના શિક્ષણ જગતમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.#Morbi #Wankaner #MorbiUpdate #GujaratEducation #ProudTeacher #Ranakpar #Vankiya #IndependenceDay2026