કડ અને ખાડાઓના લીધે દરરોજ સર્જાતા હતા અકસ્માતો અને ટ્રાફિકજામ: અનેક રજૂઆતો બાદ તંત્ર જાગ્યુંમોરબી અપડેટ: મોરબી નેશનલ હાઈવે પર લાલપર નજીક માર્ગ પર પડેલી ગંભીર કડ અને મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. આ જોખમી ખાડાઓના કારણે આ માર્ગ પર દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા તેમજ પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો સાથે કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી.અવારનવાર અકસ્માતો અને ટ્રાફિક સમસ્યાને લઈને તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ મીડિયાની અહેવાલના અસરે આખરે તંત્ર જાગ્યું હોય તેમ ગઈકાલે મોડી રાત્રે હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે રોલર અને પેવર મશીન સહિતના સાધનો સાથે રોડ પર ડામર પાથરીને મસમોટા ખાડાઓ પૂરવાની તેમજ રસ્તો સમથળ બનાવવાની સઘન કામગીરી હાથ ધરાઈ હતી.હાઈવે પર મુખ્ય માર્ગનું સમારકામ શરૂ થતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી છે. આ સાથે જ સ્થાનિકો અને ચાલકોએ એવી પણ માંગ કરી છે કે મુખ્ય હાઈવેની સાથોસાથ સર્વિસ રોડ પર પડેલા જોખમી ખાડાઓ પણ વહેલી તકે પૂરી દેવામાં આવે જેથી લોકોના જીવ જોખમમાં ન મુકાય.#Morbi #MorbiUpdate #MorbiNationalHighway #Lalpar #RoadRepair #HighwayAuthority #TrafficIssue #MorbiNews #GujaratNews