મોરબી અપડેટ: નાની બરાર ગામે સરપંચ પ્રભાતભાઈ રામભાઈ બકુત્રા તરફથી ગામની 3 શાળાઓ જેમાં નાની બરાર કુમાર તાલુકા શાળા, નાની બરાર કન્યા શાળા અને સરકારી હાઈસ્કુલ નાની બરારના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સરપંચ પ્રભાતભાઈ બકુત્રા દ્વારા અવારનવાર શાળાના બાળકોને પૌષ્ટિક નાસ્તો અને શૈક્ષણિક સામગ્રીની ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગામમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકો ઉત્સાહપૂર્વક અભ્યાસ કરે તેવા ઉમદા હેતુથી તેઓ સતત કાર્યરત છે. સ્ટેશનરી કીટ મળતા તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ અને ખુશી જોવા મળી હતી.સરપંચના આ ઉમદા અને પ્રેરણાદાયી સેવાકાર્ય બદલ 3 શાળાઓના આચાર્યો, શિક્ષકગણ અને શાળા પરિવાર તરફથી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાજર ગ્રામજનોએ પણ સરપંચની આ શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.#MorbiUpdate #NaniBarar #Education #Morbi #StationeryDistribution #Gujarat #Students