મેયર ઉત્તમ સુરાણીના હસ્તે ધ્વજવંદન : પદાધિકારીઓ અને કમિશનર દ્વારા વૃક્ષારોપણ કરાયુંમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 80મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વના પાવન અવસરે મેયર ઉત્તમ સુરાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે મેયર અને કમિશનર દ્વારા શહેરીજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પુરસંડિયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા, કમિશનર સંગીતા રૈયાણી અને ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મોરબી મહાનગરપાલિકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે વિશેષ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ શાખા અધ્યક્ષ તરીકે ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા, બેસ્ટ કર્મચારી તરીકે ડ્રેનેજ વિભાગના આશિષ રાઠોડ, બેસ્ટ SI તરીકે SWMના ભૂમિબેન વાળા અને બેસ્ટ SSI તરીકે SWMના બ્રિજરાજસિંહ વાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. #MorbiUpdate #Morbi #IndependenceDay2026 #MorbiMahanagarpalika #FlagHoisting #TreePlantation #MorbiNews #SwatantrataDiwas #15thAugust