કાસુન્દ્રા પરિવાર અને આમરણ ગૌશાળા ગ્રુપ દ્વારા રક્તદાન મહાયજ્ઞ યોજાશેમોરબી અપડેટ: આમરણના ડાયમંડનગરમાં સ્વ.વેદાંતકુમાર ભરતભાઈ કાસુન્દ્રાની પુણ્યસ્મૃતિમાં ભાવાંજલિ અર્પણ કરવા માટે એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કાસુન્દ્રા પરિવાર અને આમરણ ગૌશાળા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પ યોજાશે.માનવસેવાના આ ઉમદા કાર્યમાં જોડાવા અને ભાવાંજલિ રૂપી રક્તદાન મહાયજ્ઞમાં આહુતિ આપવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. રક્તદાન એ મહાદાન છે અને એક વ્યક્તિનું રક્તદાન અનેક લોકો માટે આશીર્વાદ સમાન બની શકે છે, ત્યારે વધુમાં વધુ લોકો આ સેવાકીય કાર્યમાં જોડાય અને રક્તદાન કરી માનવતાનું કરજ નિભાવે તેવો અનુરોધ કાસુન્દ્રા પરિવાર દ્વારા કરાયો છે. આ રક્તદાન શિબિર આગામી તારીખ 17/08/2026 ને સોમવારના રોજ સવારે 8 થી બપોરે 12 કલાક સુધી કૉમ્યુનિટી હોલ, ડાયમંડનગર (આમરણ) ખાતે યોજવામાં આવશે.#Morbi #MorbiUpdate #BloodDonation #Amaran #BloodDonationCamp #MorbiNews #DiamondNagar