સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂના ગુના આચરતા અસામાજિક તત્વ સામે કડક કાર્યવાહીમોરબી અપડેટ: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવારનવાર પરપ્રાંતીય દારૂના ગુનાઓ આચરતા અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓને ડામવા સૂચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે, પો.ઇન્સ વાય.બી.જાડેજાની આગેવાનીમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં પકડાયેલ ભુપેન ઉર્ફે ભુપત જયસુખભાઇ વાઘેલા (ઉ.વ. 23, રહે. મોરબી કાલીકાપ્લોટ શેરી નં. 1) વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત મોરબીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેથી આ શખ્સને પાસા વોરંટની બજવણી કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.સરવૈયા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiPolice #PASA #JunagadhJail #CrimeNews #GujaratPolice #MorbiUpdate #LiquorBan