જેતપરના ખેડૂત આગેવાનો સાથે વેગડવાવ ગામે ખેડૂતોની બેઠક મળી : વેગડવાવના ખેડુતોએ આ વળતર અને MRC કમિટી સામે નોંધાવ્યો વિરોધ : વેલ્યુઅરની પસંદગી પણ ખેડૂતે ન કરી હોવાની સ્પષ્ટતામોરબી અપડેટ : વેગડવાવ ગામ ખાતે વીજ કંપની દ્વારા નાખવામાં આવતી ટ્રાન્સમિશન લાઈન અને થાંભલાના વળતર મામલે સવારે જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કર્યું હતું કે ખેડૂતો વળતરથી સંતુષ્ટ છે. બાદમાં જેતપરના ખેડૂત આગેવાનોએ વેગડવાવ ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આખું ચિત્ર કઈક અલગ જ હોવાનો ધડાકો થયો છે. ગામના MRC કમિટીના પ્રતિનિધિએ ધડાકો કર્યો છે કે મે તો અમારા પરિવારના પ્રતિનિધિ તરીકે સહી કરી હતી. બાદમાં મને ખબર પડી કે મને MRCનો પ્રતિનિધિ બનાવી દીધો છે. આ ઉપરાંત વેલ્યુઅરની પસંદગી પણ ખેડૂતે ન કરી હોવાનો ખુલાસો થયો છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક લાઈનમાં 40 અને બીજી લાઈનમાં 34 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોની હાજરીમાં ચર્ચા દરમિયાન એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોની બજાર કિંમત નક્કી કરવા માટે બનાવવામાં આવેલી MRC કમિટીમાં ખેડૂતોના સાચા પ્રતિનિધિઓ હતા જ નહીં. મુકેશભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે કમિટીમાં વેલ્યુઅર તરીકે જે 3 વ્યક્તિઓ (કંપનીના, કલેક્ટરના અને ખેડૂતોના) દર્શાવવામાં આવ્યા છે, તે ત્રણેયને કંપની દ્વારા જ લાવવામાં આવ્યા હોવાની આશંકા છે, કારણ કે વેલ્યુએશન રિપોર્ટમાં પ્રતિ ચોરસ મીટરે માત્ર નજીવો તફાવત (1400 અને 1420 રૂપિયા) જોવા મળ્યો હતો.ખેડૂતોએ સર્વે નંબર 9 નું ઉદાહરણ આપતા સમજાવ્યું હતું કે આ 25 વીઘાના સર્વે નંબરની બજાર કિંમત કલેક્ટર અને MRC કમિટી દ્વારા 1945 રૂપિયા પ્રતિ ચોરસ મીટર (એટલે કે 31,48,000 રૂપિયા પ્રતિ વીઘે) નક્કી કરવામાં આવી છે. વીજ થાંભલા અને તાર ખેતરમાં આવવાથી જમીન વેચી શકાતી નથી, અને જો વેચવા જાય તો તેની કિંમત 50% થઈ જાય છે. આ ગણતરી મુજબ ખેડૂતને એક વીઘે અંદાજે 15,74,000 રૂપિયાનું નુકસાન જાય છે. આમ, 25 વીઘાના ખેતરમાં ખેડૂતને સીધું 3 કરોડ 93 લાખ રૂપિયાનું નુકસાન થાય છે. પરંતુ, સરકારના નવા પરિપત્ર મુજબ થાંભલાની જગ્યાના 2 ગણા અને તાર નીચેની જગ્યાના 30% લેખે ગણતરી કરીને આ ખેડૂતને માત્ર 58,61,000 રૂપિયાનું જ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.નેહુલ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉ DLVC માં 979 રૂપિયા ભાવ નક્કી થયો હતો જે મુજબ 14,74,000 વળતર મળતું હતું. કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે પહેલા કરતા 4 ગણું વળતર મળે છે. પરંતુ ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે તેમને જૂના ભાવના 4 ગણા રૂપિયા જોઈતા નથી. જો 2003 માં 30,000 રૂપિયામાં થાંભલો નંખાતો હોય અને અત્યારે 58 લાખ મળે છે, તો તે યોગ્ય ગણતરી નથી. ખેડૂતોની એકમાત્ર માંગ એ છે કે સરકાર દ્વારા હાલની જે 'પ્રવર્તમાન બજાર કિંમત' નક્કી કરવામાં આવી છે, તેના 4 ગણા રૂપિયા વળતર તરીકે ચૂકવવામાં આવે. સંપૂર્ણ નુકસાની કંપની કે સરકાર ભોગવવા તૈયાર નથી, ત્યારે ખેડૂતોએ આ મામલે જાગૃત થવા અપીલ કરી છે.મે તો મારા પરિવારના પ્રતિનિધિ તરીકે સહી કરી, મને પણ નહોતી ખબર મને MRCનો પ્રતિનિધિ બનાવ્યો : મુકેશભાઈ પીપરિયાખેડૂત મુકેશભાઈ ગોરધનભાઈ પીપરીયાએ જણાવ્યું હતું કે, 1 અઠવાડિયા પહેલા અદાણી કંપનીના માણસો આવ્યા હતા અને ખેતરમાં ટાવર અને કોરિડોર માટે 3 સભ્યોના નામ માંગ્યા હતા. તેમણે માત્ર પોતાના ઘર અને પોતાના જમીન પૂરતા પ્રતિનિધિ તરીકે સહી કરી હતી. પરંતુ કંપનીએ તેમને આખા ગામના MRC કમિટીના પ્રતિનિધિ તરીકે દર્શાવી દીધા છે. કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં પણ તેમણે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વળતર મામલે તેમણે જણાવ્યું કે, હાલની બજાર કિંમતના 4 ગણા વળતરની ખેડૂતોની માંગ છે, જ્યારે કંપની દ્વારા હાલની બજાર કિંમતના ચોથા ભાગની કિંમત જ ઓફર કરવામાં આવી રહી છે, જેનાથી ખેડૂતો જરાય સંતુષ્ટ નથી.અમે MRC કમિટી કે વળતરથી સહમત નથી : શૈલેષભાઇ પટેલવેગડવાવ ગામના શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે, હાલ ગામમાં 3 લાઈનનું કામ કાર્યરત છે. જેમાં અદાણીની 2 લાઈનમાં અનુક્રમે 37 અને 40 ખેડૂતો તથા જેટકોની 1 લાઈનમાં 63 ખેડૂતો અસરગ્રસ્ત છે. આ 3 લાઈનના ખેડૂતે MRC ની મંજૂરી આપી નથી. કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ અંગે તેમણે કહ્યું કે, માત્ર 4 થી 5 ખેડૂતો કે જેમની જમીન વેચાઈ ગઈ છે અથવા પડતર છે તેમણે જ સંમતિ આપી હશે, બાકી કોઈ ખેડૂત સંમત નથી. ખેડૂતોની માંગ છે કે બજાર કિંમતના 4 ગણા ટાવરના અને 2.60 ગણા કોરિડોરના વળતર તરીકે મળવા જોઈએ, તો જ લાઈનનું કામ થવા દેવામાં આવશે.ગામના મોટાભાગના ખેડૂતો સહમત છે જ નહિ : નેહુલ અમૃતિયાગુજરાત સત્યાગ્રહ છાવણી, જેતપુરથી આવેલા નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે, વેગડવાવના ખેડૂતોએ તેમને અહીં બોલાવ્યા હતા. ગામમાં મોટાભાગના ખેડૂતો અસહમત છે. માત્ર 2 થી 4 લોકોની તેમના સર્વે નંબર પૂરતી સહી લઈને કંપનીના માણસોએ સરકારી અધિકારીઓ (તલાટી કે મામલતદાર) વગર જ પોતાની રીતે ફોર્મ ભરીને MRC ના પ્રતિનિધિ બનાવી દીધા છે. મોરબીના 100 થી વધુ ગામોમાં ખેડૂતોએ સ્વયંભૂ બેનર લગાવ્યા છે. જો સરકાર ખેડૂતોની કાયદાકીય માંગ મુજબ નવો પરિપત્ર નહીં બનાવે તો ભવિષ્યમાં ગુજરાતના 18000 ગામડાઓમાં જઈને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. બિનરાજકીય સંગઠન બનાવીને રણનીતિ તૈયાર કરવામાં આવશે અને 4-7-2026 ના પરિપત્ર મુજબ નુકસાનીનું યોગ્ય વળતર મળે તે માટે લડત ચલાવાશે.વળતરથી મને સંતોષ તે નિવેદન મારા પૂરતું જ સિમિત, વેલ્યુઅર અમે સિલેક્ટ નથી કર્યા : વેગડવાવના ખેડૂત ભાવેશભાઈ ચાવડાની સ્પષ્ટતાકલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં આ વળતરથી અમે સંતુષ્ટ છીએ તેવુ નિવેદન આપનાર વેગડવાવ ગામના ખેડૂત ભાવેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કંપનીના માણસો દ્વારા વેલ્યુઅર લાવીને જમીનનું વેલ્યુએશન કરવામાં આવ્યું હતું, જે મંજૂર રાખીને તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે. જોકે, તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે આ સંતોષ માત્ર તેમના પોતાના સર્વે નંબરો પૂરતો જ એટલે કે વ્યક્તિગત રીતે મર્યાદિત છે અને તેઓ સમગ્ર ખેડૂત સમુદાયના પ્રતિનિધિ તરીકે બોલી રહ્યા નથી. તેઓએ માહિતી આપી હતી કે તેમની જમીન મુખ્યત્વે ત્રણ સર્વે નંબરમાં આવેલી...