હળવદ : હળવદ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના બુટવડા ગામે નદીકાંઠા સિમ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) શામજીભાઈ મોહનભાઈ લોદરીયા (૨) ગણેશભાઈ શંકરભાઇ લોદરીયા (૩) મહેશભાઇ કાનજીભાઈ ઉડેચા (૪) તુલશીભાઇ ચતુરભાઈ સુરાણી અને (૫) મેરાભાઇ લખમણભાઇ નંદેસરીયા રહે. તમામ બુટવડા ગામ વાળાઓને રોકડા રૂપિયા ૫૧,૩૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.