રોજેરોજ ગાયો અને આખલાઓ રસ્તાની વચ્ચોવચ બેસી જતા વાહનચાલકો પરેશાન: તંત્ર દ્વારા કાયમી ઉકેલની લોકમાંગમોરબી અપડેટ : મોરબી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે નાગરિકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. મોરબીના વ્યસ્ત એવા ગેસ્ટ હાઉસ રોડ પર ફરી એકવાર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, આ માત્ર 1 દિવસની વાત નથી. દરરોજ આ માર્ગ પર ગાયો અને આખલાઓ રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેસી જાય છે. વાહનોની સતત અવરજવર વાળા આ મુખ્ય માર્ગ પર અચાનક આખલાઓ યુદ્ધે ચડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ જાય છે. આખલાઓ અડફેટે લે તો વાહનોને નુકસાન થવાની કે ગંભીર ઈજા થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.સ્થાનિક વેપારીઓ અને નાગરિકોની વહીવટી તંત્ર પાસે માંગ છે કે જવાબદાર અધિકારીઓ આ સમસ્યાને ગંભીરતાથી લે. શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ અને લોકોના જીવ માટે જોખમરૂપ બનતા આ રખડતા ઢોરને પકડીને યોગ્ય સ્થળે ખસેડવાની સત્વરે કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #StrayCattleIssue #TrafficJam #GuestHouseRoad #MorbiCity #CivicIssue #GujaratNews