હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પર ત્રણ રસ્તા પાસે આવેલ જોગણી માતાજીના મંદિર નજીક જીજે - 01 - સીએમ - 9554 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહેલા ફરિયાદી સલીમભાઈ દાઉદભાઈ ખલીફા રહે.માયાપુર, તા.હળવદ વાળાના બાઈક સાથે જીજે - 36 - એલ - 7616 નંબરના કાર ચાલકે અકસ્માત સર્જતાં સલીમભાઈને પગ તેમજ ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે સલીમભાઈની ફરિયાદના આધારે હળવદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.