માત્ર 5 સેકન્ડમાં ટાંકી ધરાશાયી: બાજુમાં જ આવેલી નવી ટાંકી સહેજમાં બચીહળવદ (મોરબી અપડેટ) : હળવદ તાલુકાના ખેતરડી ગામે વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી છે. ભયજનક બની ગયેલી આ ટાંકીને માત્ર 5 સેકન્ડમાં જ સફળતાપૂર્વક ધરાશાયી કરવામાં આવી હતી.લોકોના ઉપયોગ અને સુવિધા માટે તંત્ર દ્વારા ગામમાં પહેલેથી જ નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જોકે, જ્યારે આ જૂની ટાંકીને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક શ્વાસ થંભાવી દે તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જૂની ટાંકી પડતી વખતે બાજુમાં જ આવેલી નવી ટાંકીને નુકસાન થતા સહેજમાં બચી ગઈ હતી. સદનસીબે આ કામગીરીમાં કોઈ મોટું નુકસાન થયું ન હતું અને નવી ટાંકી સંપૂર્ણપણે સુરક્ષિત રહી હતી. નવી ટાંકી કાર્યરત થવાથી હવે ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા વધુ સારી રીતે મળી રહેશે.#Halvad #KhetardiVillage #WaterTankDemolition #MorbiUpdate #GujaratNews #LocalNews