NSS ના સ્વયંસેવકો અને કોલેજના વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાયા: પ્રિન્સિપાલ અને પ્રોફેસરોની ઉપસ્થિતિમાં રેલીનું પ્રસ્થાનવાંકાનેર (મોરબી અપડેટ) : દેશભરમાં ચાલી રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે વાંકાનેરની એચ.એન. દોશી આર્ટ્સ અને આર.એન. દોશી કોમર્સ કોલેજ દ્વારા ભવ્ય અને દિવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોલેજના N.S.S.ના સ્વયંસેવકો તથા અન્ય તમામ વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ડો. અર્ચનાબેન પરમાર દ્વારા 'ભારત અને ભારતીય' વિષય પર પ્રેરણાદાયક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ વાય.એમ. ચુડાસમા, N.S.S. ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ડો. મયૂર એસ. જાની અને ઉર્મિલાબેન પટેલ દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે કોમર્સ વિભાગના પ્રાધ્યાપક ધવલ દાવડા, હેતલબેન ખીમસુરીયા, ખ્યાતિબેન ત્રિવેદી સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. રેલી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ અંતમાં 'વંદે માતરમ' નું ગાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર દેશભક્તિ સભર કાર્યક્રમનું સફળ સંકલન અને સંચાલન દોશી કોલેજના N.S.S. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડૉ. મયૂર જાની દ્વારા કરવામાં આવ્યું હતું.#Wankaner #WankanerNews #HarGharTiranga #TirangaYatra #DoshiCollege #NSS #MorbiUpdate #MorbiNews #GujaratNews #Patriotism