ટંકારા : ટંકારા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, જયનગર ગામની તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અશ્વીનભાઇ કાળુભાઇ સોલંકી, ગીરધનભાઇ બચુભાઇ સોલંકી અને આરોપી દરશથભાઇ રમેશભાઇ સોલંકી રહે.તમામ જયનગર તા.ટંકારાવાળાઓ રોકડા રૂપિયા 7100 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.દરોડા દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ નાસી જતા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.