ચૂલી ગામના ખેડૂત જયેશભાઈ અમરસીભાઈ 1.5 મણ નવો કપાસ લઈને આવ્યા, હરાજીમાં વિક્રમજનક ભાવ મળતા ખુશીનો માહોલમોરબી અપડેટ: મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નવા કપાસની આવક થઈ છે. સિઝનના પ્રથમ કપાસના આગમન સાથે જ મુહૂર્તમાં કપાસનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.APMC ચેરમેન મનહરભાઈ બાવરવાના જણાવ્યા અનુસાર, ચૂલી ગામના ખેડૂત જયેશભાઈ અમરસીભાઈ આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્ત માટે 1.5 મણ નવો કપાસ લઈને આવ્યા હતા. જેમાં ખેડૂતને 20 કિલો (1 મણ) ના 4551 રૂપિયાનો વિક્રમજનક ભાવ મળ્યો હતો. સામાન્ય રીતે કપાસની આવક મોટાભાગે 9 માં મહિનાના અંતથી શરૂ થતી હોય છે. મોરબીમાં આ વખતે શરૂઆતમાં વરસાદ ખેંચાતા વાવેતર મોડું થયું છે અને હજુ ઘણી જગ્યાએ વાવેતર બાકી છે, ત્યારે આ એપ્રિલ મહિનામાં વાવેતર થયેલા કપાસનું મુહૂર્ત કરવામાં આવ્યું છે.વેપારી અશોકભાઈના જણાવ્યા અનુસાર, ખેડૂત દ્વારા આ કપાસનું વાવેતર 4 થા મહિનાના અંતમાં કરવામાં આવ્યું હતું. અંદાજે 10 મણ જેટલો કપાસ વીણાયો છે પરંતુ વરસાદના કારણે ખેડૂત માત્ર મુહૂર્ત સાચવવા માટે કપાસ લઈને યાર્ડમાં આવ્યા હતા અને તેમને પાકનો પૂરો ભાવ મળ્યો છે. આ કપાસ માર્કેટિંગ યાર્ડમાં આવેલ અક્ષરધામ ટ્રેડિંગ (B-76) ના અશોકભાઈ મારફતે વેચાણ અર્થે મુકવામાં આવ્યો હતો. કપાસની હરાજી દરમિયાન રોનક ટ્રેડિંગ દ્વારા આ કપાસની ખરીદી કરવામાં આવી હતી.સિઝન વિશે વાત કરતા વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી કે છેલ્લા 10 વર્ષ કરતા આ વર્ષે કપાસનો પાક ખૂબ સારો થશે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળી રહેશે. માર્કેટીંગ યાર્ડમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ કપાસની આવક થતી હોય છે. આ વર્ષે પણ યાર્ડમાં કપાસની વધુ આવક થાય અને ખેડુતોને પૂરો ભાવ મળે તેવી અપેક્ષા છે.#Morbi #MorbiUpdate #MorbiMarketingYard #APMC #Agriculture #Farmers #Cotton #Kapas #GujaratFarmers #MarketPrice