સવારે 9:00 કલાકે ગાંધી ચોક ખાતે યોજાશે ધ્વજવંદન કાર્યક્રમ; મેયર ઉત્તમ સુરાણીની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશેમોરબી અપડેટ: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા કક્ષાના ધ્વજવંદન અને રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ 15 ઓગસ્ટ, 2026 (શનિવાર)ના રોજ સવારે 9:00 કલાકે મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ગાંધી ચોક ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા અને દંડક જયેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે.મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS) દ્વારા સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #IndependenceDay #15August #IndependenceDay2026 #MorbiMahanagarpalika #FlagHoisting #GujaratNews